Pages

ગાંધી તે ખરો હતો..

ગાંધી ન મારો હતો ન તારો હતો,
ગાંધી તે માત્ર સત્યનો સાથી હતો...

ગાંધી ન રામ હતો ન રહિમ હતો,
ગાંધી તે માત્ર અહિંસાનો પુજારી હતો...

ગાંધી ન નેતા હતો ન રક્ષક હતો,
ગાંધી તે માત્ર શાંતિનો દૂત હતો...

ગાંધી ન અમીર હતો ન ગરીબ હતો,
ગાંધી તે માત્ર આઝાદીનો માર્ગ હતો...

ગાંધી ન મારો હતો ન તારો હતો,
ગાંધી તે માત્ર ગુલામીનો શત્રુ હતો...