જીવીને મરનારા એ ઘણા,
પણ મારે તો મરીને જીવું છે...
મોટાઈની આબાદી એ ઘણી,
પણ મારે તો સત્યથી જીવું છે..
સંબંધની તિરાડો એ ઘણી,
પણ મારે તો પ્રેમથી જીવું છે...
ખટપટના ફાયદા એ ઘણાં,
પણ મારે તો પરહિતથી જીવું છે..
શત્રુતાનો ડર એ ઘણો,
પણ મારે તો હેતથી જીવું છે..
ઘર્મનું પાલન એ ઘણું,
પણ મારે તો શાંતિથી જીવું છે..
જાતિનો પ્રભાવ એ ઘણો,
પણ મારે તો દેહથી જીવું છે...
દાનનો મહિમાએ ઘણો,
પણ મારે તો ત્યાગથી જીવું છે..
દેશપ્રેમનો ભાવ એ ઘણો,
પણ મારે તો કર્મથી જીવું છે..
આઝાદીનો લાભ એ ઘણો,
પણ મારે તો વટથી જીવું છે...