Pages

નથી...

કહેવાતા પ્રેમમાં તને કહું  કોઈ દમ નથી.
મારી આંખોમાં જોઈને કહે તને પ્રેમ નથી.

લખી હતી ચિઠ્ઠીઓ આખી રાત તારા નામની,
મારી આંખોમાં જોઈને કહે તને ખબર નથી...

જોઈ તને ત્યારથી દિલ ઘેલું તારા નામનું,
મારી આંખોમાં જોઈને કહે તને કદર નથી...

વાત આવે જાહેરમાં તારા મારા નામની,
મારી આંખોમાં જોઈને કહે તને ફિકર નથી...

ઢોંગ કરે બહારથી દિલ રડે મારા નામનું,
મારી આંખોમાં જોઈને કહે તને પ્રેમ નથી...