Pages

છે...


દિલને દિલ શોધી રહ્યું છે,
ઘડીકે ઈરાદા બદલી રહ્યું છે...

નજરને નજર શોધી રહી છે,
ઘડીકે પ્રેમને તરસી રહી છે...

રસ્તો જાણે બદલાઈ ગયો છે,
ઘડીકે બારણે થંભી ગયો છે...

તરસ્યાં નયન સુકાઈ રહ્યાં છે,
ઘડીકે ધબકારા વધી રહ્યાં છે...

ટુંકી જવાનીને મોહ રહ્યાં છે,
ઘડીકે પ્રેમને વલખી રહ્યો છે...

રાકેશ પંચાલ 'વિસામો'