Pages

કે ભૂલ્યો હું..

તારો સાથ એ મજાનો,
કે ભુલ્યો હું ગમ જનમનાં...

તારી યાદ એ મજાની,
કે ભૂલ્યો હું ભાન જાતનું.

તારી વાત એ મજાની,
કે ભૂલ્યો હું ભેદ જગનો...

તારું રૂપ એ મજાનું, 
કે ભૂલ્યો હું કાબૂ જાતનો..

તારી નજર એ મજાની,
કે ભૂલ્યો હું ડર કાળનો...

તારી ખૂબી એ મજાની, 
કે ભૂલ્યો હું હાલ જાતનો...

તારી મહેક એ મજાની,
કે ભૂલ્યો હું દમ દિલનો...

તારો રોફ એ મજાનો,
કે ભૂલ્યો હું ભરમ જાતનો...

તારી અસર એ મજાની,
કે ભૂલ્યો હું સંગ કેફનો...

તારી મોજ એ મજાની,
કે ભૂલ્યો હું થાક જાતનો..

રાકેશ પંચાલ 'વિસામો'