Pages

શું ભુલી ગયા?

ભુલી ગયા કહીશ તો શું કરશો,
ફરી તમે આંસુમાં સરી પડશો...

રહેવા દેજે વાત અમારા સુધી,
દિલની વાત જાણીને શું કરશો..

ગપ્પા લાગશે જો કહીશ કે તને,
મારા કામ છોડી યાદ કરતો રહ્યો...

કસોટી લે ભલે મારી યાદગીરીની,
કહું તને ભણતરમાં હું કાચો રહ્યો...

છે માળિયે યાદોનો ટોપલો એવો,
જરૂરે તારી બસ તેને જોતો રહ્યો...

છોડ હવે પત્રવ્યવહાર ઘણાં થયા,
શબ્દોમાં દિલને દિલાસો દેતો રહ્યો...

ભુલવાની કોશિષ તને  કરી છતાં,
હરેક કોશિષે બસ હું નાકામ રહ્યો...