Pages

પ્રભુ પ્રાર્થના : હર એક દ્રાર..


વંદન કરું તુજને વારંવાર,
સુખ દે પ્રભુ હર એક દ્રાર..


ન રહે જગમાં દુ:ખ લગીર,
કૃપા દે પ્રભુ હર એક દ્રાર..


ભજે જગ તારા રૂપ હજાર,
દર્શન દે પ્રભુ હર એક દ્રાર..


ભૂલ કરે જન માફ કરીશ,
વચન દે પ્રભુ હર એક દ્રાર..


જનમારે મુજ વેશ અપાર,
ભક્તિ દે પ્રભુ હર એક દ્રાર..


તારા નામે ઘરે દિવા બળે,
શક્તિ દે પ્રભુ હર એક દ્રાર..


પ્રેમ ઘેલો પ્યારો બાળ કહે,
શ્રદ્ધા દે પ્રભુ હર એક દ્રાર..