શહેરનો
ચાંદો ચોરાયો,
ને ચકલે ચોર
ચોકીદાર..
સ્વાર્થનો સોદો સરેઆમ,
ને શરમે સત્ય સરેતોરે..
ગરીબને ગાય ગભરાય,
ને ગર્જે ગધ્ધો ગામતળે..
તાલીમ તળે તાણંતાણ,
ને તુલે તામસી ત્રાજવે...
મૂકતા મરાઈ મોહપાશે,
ને માણે મૂરખ મર્દાઈ...
નાત નહોરે નેતાગિરી,
ને નશે નાથ નાચણિયો..