Pages

શરૂઆત...


ચાલો નવી શરૂઆત કરીએ,
હળીમળીને સંગાથે રહીએ..

ધર્મ અલગને પ્રાણ એક,
જાતિ અલગને રંગ એક,
ચાલો નવી શરૂઆત કરીએ..

નવાં વરસે નવો ઉમંગ,
નવાં ઈરાદે નવો પ્રારંભ,
ચાલો નવી શરૂઆત કરીએ..

ભલી યાદોને સાથે લઈએ,
નવાં વરસથી સ્નેહે રહીએ,
ચાલો નવી શરૂઆત કરીએ..