વર્ષને અંતે ગણે
ગણિત એની ઈચ્છાનું,
જોઈને એનું
લટકતું-મરતું તારીખિયું.....
લગાતાર જેણે
તારીખિયું નિરખ્યાં કર્યું,
કહે છે મને આજે
નવું વર્ષ આવી ગયું...
લપસ્યું છે વરસ
ને વધામણી ઈચ્છાની,
યાદ છે હજી ભુલો
નવું વર્ષ આવી ગયું...
ગજબ છે ગણિત
અંધારે ઘટતી નીંદરનું,
હસે છે શહેર આજે નવું વર્ષ આવી ગયું...