Pages

મફ્તે રામ ને કિસ્મતે બલરામ...

જો નફરત વેચાય બજારમાં,
તો કોઈ ન ખરીદે મફ્તમાં..

પણ લાચાર છે માણસ દોડમાં,
નથી મળતો શ્વાસ હવે મફ્તમાં..

મફત વાયદો છે વેચાતો બજારમાં,
નથી કોઈ કિંમત હવે શબ્દોમાં...

રબ નસીબ છે દરેક લકીરમાં,
નથી કોઈ ચમક હવે ચરિત્રમાં..

માણસ મરે છે વધતી વસ્તીમાં,
નથી કોઈ માણસ હવે શહેરમાં..

માણસ જીવે છે આયખું મફ્તમાં,
નથી કોઈ જવાબ હવે મસાણમાં...