Pages

મારું બાળક : મને મુજથી

"દરેક મા-બાપના મારફાડ અને તોડફોડથી ભરપૂર 'દિકરા-દિકરી' માટે..."

મરક મરક મલકીને તું, 
મને મુજથી ચોરી જાય...

રમત રમત કરીને તું,
મને મુજથી જીતી જાય..

કાલુ કાલુ બોલીને તું,
મને મુજથી દોરી જાય..

નાની નાની યાદોને તું,
મને મુજથી જોડી જાય..

ઠાલાં ઠાલાં હૈયાને તું,
મને મુજથી ભરી જાય..

વાતે વાતે હસીને તું,
મને મુજથી મોહી જાય..