Pages

તે હવે...


જે પાસે હતું, તે હવે દૂર છે
જે મારું હતું, તે હવે ગુમ છે..

જે સાચું હતું, તે હવે રાંક છે
જે મળ્યું હતું, તે હવે ઝેર છે...

જે સામે હતું, તે હવે રાખ છે
જે ખોયું હતું, તે હવે પાસ છે..

જે પોષ્યું હતું, તે હવે પાપ છે
જે જાણ્યુ હતું, તે હવે જ્ઞાન છે..

જે ત્યાગું હતું, તે હવે ભુખ છે
જે આપ્યું હતું, તે હવે દાન છે...