નહીં ભૂલે બલિદાન તારું,
નહીં નમે ગુજરાત મારું,
રહે શાન સદા ગુજરાતની,
નમન તને ગુજરાત..
એક ભાષાનાં રૂપ અનેક,
મીઠી ગુજરાતી મારી એક,
રહે વટ સદા ગુજરાતનો,
નમન તને ગુજરાત...
ન ભેદ સમજે તે વેષ,
દિલે રહે ગુજરાતી એક,
રાખે માન સદા ગુજરાતનું,
નમને તને ગુજરાત...
વેપાર તેનો સમજાય નહીં,
ખોટ કદીયે ખાય નહીં,
વધે વિકાસ સદા ગુજરાતનો,
નમન તને ગુજરાત...
મહેકે ધરા એ ગુજરાતની,
વિશ્વ જાણે એ ગુજરાતને,
નામ રહે સદા એ ગુજરાતનું,
નમન તને એ ગુજરાત...
- રાકેશ પંચાલ 'વિસામો'
નહીં નમે ગુજરાત મારું,
રહે શાન સદા ગુજરાતની,
નમન તને ગુજરાત..
એક ભાષાનાં રૂપ અનેક,
મીઠી ગુજરાતી મારી એક,
રહે વટ સદા ગુજરાતનો,
નમન તને ગુજરાત...
ન ભેદ સમજે તે વેષ,
દિલે રહે ગુજરાતી એક,
રાખે માન સદા ગુજરાતનું,
નમને તને ગુજરાત...
વેપાર તેનો સમજાય નહીં,
ખોટ કદીયે ખાય નહીં,
વધે વિકાસ સદા ગુજરાતનો,
નમન તને ગુજરાત...
મહેકે ધરા એ ગુજરાતની,
વિશ્વ જાણે એ ગુજરાતને,
નામ રહે સદા એ ગુજરાતનું,
નમન તને એ ગુજરાત...
- રાકેશ પંચાલ 'વિસામો'