Pages

રક્ષાબંધન : માર ભઈ...

બે પૈસાની રાખડી, 
રૂપિયો ન રહે અણમોલ,
બસ લાજ મારી રાખજે,
સમયે ઓ માર ભઈ...

ન કોઈ પાસ સોન ,
ન મુજ પાસ કોઈ ઝવેર,
તું બસ માન એ રાખજે, 
દિલેર ઓ માર ભઈ..

હેત ભરેલો આ તાંતણો,
બાંધ્યો તન રે વિશ્વાસે,
ન સમજે તું એ ધાગો, 
જીવે હેત ઓ માર ભઈ..

નસીબ રે મારું વાંકુ,
એક કુખના બે સંતાનો,
નિયમ રે કેવા ખોટા, 
કરે જુદા ઓ માર ભઈ..

બદલાયો ભલે જમાનો, 
ન તું કદીયે બદલાતો,
મળશે જો સાથ તારો, 
ન રડીશ હું માર ભઈ..

લાજ રહી હું તમારી,
સમજીશ તમને સદાયે,
જો સાથ રહેશે તમારો,
સુખી રહીશ માર ભઈ..