Pages

રંક ને દોલત..


રડે રંક કે તેને લૂગડું નથી,
ને દોલતને તે રુચતું નથી...

ખમે રંક કે જતો સમય નથી,
ને દોલતને તે મળતો નથી...

ડરે રંક કે સસ્તી લાજ નથી,
ને દોલતને તે જરતી નથી...

હસે રંક કે કાલે દુ:ખ નથી,
ને દોલતને તે દેખાતું નથી..

મોજે રંક કે રાતે ભુખ્યો નથી,
ને દોલતને તે પચતું નથી..

મરે રંક કે દવા ગળી નથી,
ને દોલતને તે ગળવી નથી..

કહે રંક કે કુબેર જોયો નથી,
ને દોલતને તે ભરાતો નથી..

રાકેશ પંચાલ 'વિસામો'