Pages

માની બેઠો છું...


દેખું છતાંય આંધળો બની બેઠો છું,
મારું છતાંય પારકું માની બેઠો છું ||

નથી છતાંય અક્કડ બની બેઠો છું,
મારું છતાંય બાપડો માની બેઠો છું ||

જાણું છતાંય દુખિયો બની બેઠો છું,
મારું છતાંય ભાગ્ય માની બેઠો છું ||

ઠામ છતાંય શહેરી બની બેઠો છું,
મારું છતાંય ભુલાયો માની બેઠો છું ||

પોથી છતાંય પુજારી બની બેઠો છું,
મારું છતાંય વેદિયો માની બેઠો છું ||

મન છતાંય મરદું બની બેઠો છું,
મારું છતાંય ખોટું માની બેઠો છું ||